પ્રે.કૃ. 19:13 - પવિત્ર બાઈબલ13-14 કેટલાએક યહૂદિઓ પણ આજુબાજુ મુસાફરી કરતા અને લોકોમાંથી અશુદ્ધ આત્માઓને બહાર કાઢતા. મુખ્ય યાજક સ્કેવાના સાત પુત્રો આ કરતા. આ યહૂદિઓ લોકોમાંથી અશુદ્ધ આત્માને બહાર કાઢવા માટે પ્રભુ ઈસુના નામનો ઉપયોગ કરતાં. તેઓ બધા કહેતાં, “પાઉલ જે ઈસુના વિષે વાત કરે છે તેના જ નામે હું તમને બહાર આવવા આજ્ઞા કરું છું!” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 કેટલાક ભટકતા યહૂદી ભૂવા પણ અશુદ્ધ આત્મા વળગેલા માણસો ઉપર ઈસુનું નામ ઉચ્ચારીને કહેવા લાગ્યા, “જે ઈસુને પાઉલ પ્રગટ કરે છે, તેની દુવાઈ હું તમને દઉં છું.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.13 કેટલાક યહૂદીઓ અહીંતહીં ફરતા અને દુષ્ટાત્માઓ કાઢવા માટે તેમણે પ્રભુ ઈસુના નામનો ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો. તેઓ દુષ્ટાત્માઓને કહેતા, “પાઉલ જેને પ્રગટ કરે છે એ ઈસુને નામે હું હુકમ કરું છું.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 પણ કેટલાક ભટકતા યહૂદી ભૂવા પણ અશુદ્ધ આત્મા વળગેલાઓ પર ઈસુનું નામ ઉચ્ચારીને કહેવા લાગ્યા કે, જે ઈસુને પાઉલ પ્રગટ કરે છે, તેમને નામે અમે હુકમ કરીએ છીએ કે ‘નીકળી જાઓ.’” Viz kapitola |