પ્રે.કૃ. 15:29 - પવિત્ર બાઈબલ29 એટલે કે, મૂર્તિઓને ધરાવવામાં આવેલ ખોરાકને ખાઓ નહિ. આ ખોરાકને અશુદ્ધ બનાવે છે. લોહીને ચાખો નહિ. ગૂંગળાવીને મારી નાંખેલા પશુઓને ખાશો નહિ. કોઈ પણ પ્રકારનું વ્યભિચારનું પાપ કરવું નહિ. જો આ બધી વસ્તુઓથી તમે દૂર રહેશો તો તમારું ભલું થશે. હવે અમે તમને શુભેચ્છા પાઠવીએ છીએ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)29 એટલે કે, મૂર્તિઓને અર્પણ કરેલી વસ્તુઓથી, લોહીથી, તથા ગૂંગળાવીને મારેલાંથી તથા વ્યભિચારથી તમારે દૂર રહેવું. જો તમે એ વાતોથી દૂર રહેશો, તો તમારું ભલું થશે. તમને કુશળતા થાઓ.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.29 મૂર્તિને ચઢાવેલો ખોરાક ન ખાવો, લોહી ન પીવું, ગૂંગળાવીને મારેલું પ્રાણી ન ખાવું, વ્યભિચાર ન કરવો. આ બધી બાબતોથી તમે પોતાને દૂર રાખશો તો તમારું ભલું થશે. તમારું કલ્યાણ થાઓ.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201929 એટલે કે, મૂર્તિઓને અર્પણ કરેલી વસ્તુઓથી, લોહીથી, ગૂંગળાવીને મારેલાંથી, તથા વ્યભિચારથી તમારે દૂર રહેવું; જો તમે એ વાતોથી દૂર રહેશો, તો તમારું ભલું થશે; તમે કુશળ રહો. Viz kapitola |