Online Bible

- Reklamy -




3 યોહાન 1:10 - પવિત્ર બાઈબલ

10 જયારે હું આવીશ, ત્યારે હું દિયોત્રફેસ શું કરે છે તે વિશે કહીશ. તે જૂઠુ બોલે છે અને અમારા વિષે ભૂંડું બોલે છે. પરંતુ તે જે બધું કરે છે તે એટલું જ નથી! તે જે ભાઈઓ ખ્રિસ્તની સેવાનાં કામો કરે છે તેઓને મદદ કરવાની પણ ના પાડે છે. દિયોત્રફેસ પેલા લોકો જે ભાઈઓને મદદ કરવા ઈચ્છે છે તેઓને પણ અટકાવે છે. અને તે લોકોને મંડળીમાંથી બહિષ્કૃત કરે છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 એ માટે જો હું આવીશ તો તે જે કામો કરે છે તે [કામો] ને હું યાદ કરાવીશ. તે અમારી વિરુદ્ધ ભૂંડું બોલીને બકબક કરે છે, અને એટલેથી સંતુષ્ટ ન થઈને, તે પોતે ભાઈઓનો અંગીકાર કરતો નથી. તેમ જ જેઓ એમ કરવાની ઇચ્છા રાખે છે તેઓને તે અટકાવે છે, અને મંડળીમાંથી તેઓને બહિષ્કૃત કરે છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

10 તેથી હું આવીશ ત્યારે તેનાં બધાં કાર્યો જાહેર કરીશ. તે મારા વિષે ભૂંડી વાતો બોલ્યા કરે છે. વળી, એટલું પૂરતું ન હોય તેમ તે ભાઈઓનો આવકાર કરતો નથી. જેઓ તેમનો આવકાર કરે છે તેમને તે તેમ કરતાં અટકાવે છે અને તેમને મંડળીની બહાર મૂકે છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 તે માટે જો હું આવીશ તો તે જે કામો કરે છે તે કામોને હું યાદ કરાવીશ; તે અમારી વિરુદ્ધ ખરાબ બોલીને બક્વાસ કરે છે, તેટલેથી સંતુષ્ટ ન થતાં પોતે ભાઈઓનો અંગીકાર કરતો નથી; તેમ જ જેઓ અંગીકાર કરવા ચાહે છે તેઓને તે અટકાવે છે અને મંડળીમાંથી તેઓને બહિષ્કૃત કરે છે.

Viz kapitola kopírovat




3 યોહાન 1:10

Následuj nás:

Reklamy


Reklamy