2 તિમોથી 2:19 - પવિત્ર બાઈબલ19 પરંતુ દેવના અસ્તિત્વનો પાયો સદાને માટે મજબૂત છે, એ પાયા પર આ શબ્દો લખેલા છે: “જે લોકો તેના છે તેઓને પ્રભુ ઓળખે છે.” દેવની ઇમારતના પાયા પર આ શબ્દો લખેલા છે: “જે જે માણસ એમ કહેતો હોય કે તે પ્રભુમાં વિશ્વાસ ધરાવે છે, તેણે ખોટાં કામ કરવાનું છોડવું જ પડશે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 પણ ઈશ્વરે નાખેલો પાયો દઢ રહે છે. તેના પર આ મુદ્રાછાપ મારેલી છે, “જે પોતાનાં છે તેઓને પ્રભુ ઓળખે છે, ” અને આ પણ કે, જે કોઈ ખ્રિસ્તનું નામ લે છે તેણે પાપથી દૂર રહેવું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.19 પણ ઈશ્વરે નાખેલો મજબૂત પાયો હલાવી શકાય નહિ. તેના પર આ શબ્દો લખેલા છે: “પ્રભુ પોતાના લોકને ઓળખે છે અને ખ્રિસ્તનું નામ લઈને પોતે તેમનો છે એવું કહેનારે ભૂંડાઈથી દૂર રહેવું જોઈએ.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 પણ ઈશ્વરે નાખેલો પાયો સ્થિર રહે છે, તેના પર આ મુદ્રાછાપ મારેલી છે કે, ‘પ્રભુ પોતાના લોકોને ઓળખે છે અને જે કોઈ ખ્રિસ્તનું નામ લે છે તેણે પાપથી દૂર થવું.’ Viz kapitola |