૨ શમુએલ 5:6 - પવિત્ર બાઈબલ6 ત્યાર પછી દાઉદ પોતાનું સૈન્ય લઈને યરૂશાલેમ ગયો અને ત્યાં યબૂસીઓ સાથે યુદ્ધમાં લડ્યો. યબૂસીઓએ દાઉદને કહ્યું, “તું અમાંરા શહેરમાં આવી શકશે નહિ. અમાંરા આંધળા અને લંગડા લોકો સુદ્ધાં તને રોકી શકશે.” તેઓ માંનતા હતા કે દાઉદ તેઓના નગરમાં દાખલ થઇ શકશે નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 રાજા તથા તેના માણસોએ તે દેશના રહેવાસી યબૂસીઓની સામે યરુશાલેમ પર ચઢાઈ કરી. દાઉદ અહીં પ્રવેશ કરી શકવાનો નથી એમ ધારીને તેઓએ દાઉદને કહ્યું, “તું અહીં પ્રવેશ કરી શકવાનો નથી, કેમ કે આંધળા તથા લંગડા પણ તને હાંકી કાઢશે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 દાવિદ અને તેના માણસોએ યરુશાલેમ પર ચઢાઈ કરી. ત્યાં રહેતાં યબૂસીઓએ વિચાર્યું કે દાવિદ એ નગરને જીતી શકશે નહિ. તેથી તેમણે કહ્યું કે, “તું અહીં કદી જ પ્રવેશી શકશે નહિ, આંધળા અને અપંગો પણ તને બહારનો બહાર રાખી શકે તેમ છે.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 દાઉદ રાજા અને તેના સૈન્યએ યરુશાલેમમાં જઈને તેના રહેવાસી યબૂસીઓ પર આક્રમણ કર્યું. તેઓએ દાઉદને કહ્યું, “તું અહીં આવી શકવાનો નથી, કેમ કે દ્રષ્ટિવિહીન તથા અપંગો પણ તને હાંકી કાઢી શકે તેમ છે. તું અહીં અંદર આવી શકશે નહિ.” Viz kapitola |