૨ શમુએલ 23:21 - પવિત્ર બાઈબલ21 વળી પ્રચંડકાય એક મિસરીને પણ માંરનાર એ જ હતો. તે મિસરીના હાથમાં ભાલો હતો પણ બનાયા ફકત એક લાકડી લઈને તેની સામે પહોંચી ગયો અને તેના હાથમાંથી ભાલો ઝૂંટવી લઈ તેના વડે જ તેને માંરી નાખ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 વળી તેણે એક દેખાવડા મિસરીને મારી નાખ્યો. તે મિસરીના હાથમાં ભાલો હતો; પરંતુ ફક્ત લાકડી લઈને તે તેની પાસે ગયો, ને મિસરીના હાથમાંથી ભાલો ખૂંચવી લઈને તેના જ ભાલાથી તેણે તેનો પ્રાણ લીધો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.21 એકવાર ભાલાથી સજ્જ એવા ઇજિપ્તીને તેણે મારી નાખ્યો. બનાયાએ તેના પર લાકડી વડે હુમલો કર્યો અને ઇજિપ્તીના હાથમાંથી ભાલો ઝૂંટવી લઈને તેને તે વડે મારી નાખ્યો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 બનાયાએ એક દેખાવડા મિસરી માણસને મારી નાખ્યો. તે મિસરીના હાથમાં ભાલો હતો પણ બનાયા તેની સામે ફક્ત લાકડીથી લડ્યો. તે મિસરીના હાથમાંથી બનાયાએ ભાલો ખૂંચવી લીધો અને તેના જ ભાલાથી તેને ખતમ કર્યો હતો. Viz kapitola |