૨ શમુએલ 19:8 - પવિત્ર બાઈબલ8 પછી રાજા ઊઠયો અને નગરના દરવાજા આગળ જઈને બેઠો, પછી લોકોને ખબર પડી કે તે ત્યાં છે તો લોકો રાજાની પાસે આવ્યાં. દરમ્યાનમાં આબ્શાલોમના અનુયાયીઓ ઇસ્રાએલીઓ પોતાને ઘેર ભાગી ગયા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 ત્યારે રાજા ઊઠીને દરવાજામાં બેઠો. અને સર્વ લોકને ખબર મળી, “જુઓ, રાજા દરવાજામાં બેઠો છે;” અને સર્વ લોકો રાજાની આગળ આવ્યા. હવે સર્વ ઇઝરાયલીઓ પોતપોતાના તંબુમાં નાસી ગયા હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.8 પછી રાજા ઊભો થયો અને જઈને શહેરને દરવાજે બેઠો. તે ત્યાં છે એવું સાંભળીને તેના સર્વ સેવકો તેની આજુબાજુ એકઠા થયા. દરમ્યાનમાં સર્વ ઇઝરાયલીઓ પોતપોતાના નગરમાં જતા રહ્યા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 તેથી રાજા ઊઠીને નગરના દરવાજા આગળ જઈને બેઠો સર્વ લોકોને ખબર પડી કે રાજા દરવાજામાં બેઠો છે. પછી સર્વ લોકો રાજાની આગળ આવ્યા. સર્વ ઇઝરાયલીઓ તો પોતપોતાના તંબુઓમાં ચાલ્યા ગયા હતા. Viz kapitola |