૨ શમુએલ 19:11 - પવિત્ર બાઈબલ11 દાઉદરાજાએ સાદોક અને આબ્યાથાર યાજકોને સંદેશો મોકલ્યો. “આમ કહેતો કે યહૂદાના આગેવાનો સાથે વાત કરી તેઓને કહો, ‘રાજાને ફરીથી મહેલમાં લાવવામાં કુળસમૂહમાં તમે સૌથી છેલ્લા કેમ છો? સર્વ ઇસ્રાએલીઓ રાજાને ઘરે લાવવાની વાતો કરે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 અને દાઉદ રાજાએ સાદોક તથા અબ્યાથાર યાજકો પાસે માણસ મોકલીને કહાવ્યું, “સર્વ ઇઝરાયલીઓ રાજાને તેમને ઘેર પાછા લાવવાનો વિચાર કરે છે, એવી વાત રાજાને કાને આવી છે, તો તમે યહૂદિયાના વડીલોને કહો કે, રાજાને તેમના ઘેર પાછા લાવવામાં તમે કેમ સૌથી પાછળ પડ્યા છો? Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.11 ઇઝરાયલીઓની આ વાતના સમાચાર દાવિદ રાજા પાસે પહોંચ્યા. તેથી તેણે યજ્ઞકાર સાદોક અને અબ્યાથારને યહૂદિયાના આગેવાનો પાસે આ સંદેશ કહેવા મોકલ્યા કે, “રાજાને પોતાના મહેલમાં પાછો લાવવામાં તમે સૌથી છેલ્લા કેમ છો? Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 દાઉદ રાજાએ સાદોક અને અબ્યાથાર યાજકોને સંદેશો મોકલ્યો કે “સર્વ ઇઝરાયલીઓ રાજાને પોતાના મહેલમાં પાછા લાવવાની વાતો કરે છે, એ વાત રાજાએ સાંભળી છે, તો યહૂદિયાના વડીલોને કહો કે, રાજાને ફરીથી મહેલમાં લાવવામાં તમે કેમ સૌથી છેલ્લાં છો? Viz kapitola |