૨ શમુએલ 10:3 - પવિત્ર બાઈબલ3 ત્યારે આમ્મોની સરદારોએ પોતાના ધણી હાનૂનને કહ્યું, “તમે શું એમ માંનો છો કે તમાંરા પિતાને માંન આપવાના હેતુથી દાઉદે આ માંણસોને મોકલ્યા છે? એના આ માંણસો તો જાસૂસો છે, અને દાઉદે તેમને આ શહેરોને શી રીતે જીતી લેવું એની માંહિતી પ્રાપ્ત કરવા મોકલ્યા છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 પણ આમ્મોનપુત્રોના સરદારોએ પોતાના મુરબ્બી હાનૂનને કહ્યું, “દાઉદે તમારી પાસે દિલાસો દેનારાને મોકલ્યા છે, તેથી શું તમે એવું ધારો છે કે તે તમારા પિતાનું સન્માન કરે છે? શું નગરની તપાસ કરવા, તેની બાતમી કાઢવા તથા તેને પાયમાલ કરવા દાઉદે પોતાના ચાકરોને તમારી પાસે મોકલ્યા નથી?” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.3 તેઓ આમ્મોનમાં આવી પહોંચ્યા એટલે આમ્મોનના રાજદરબારીઓએ રાજાને કહ્યું, “તમે એમ માનો છો કે દાવિદે તમારા પિતાના માનમાં તમારા પ્રત્યે હમદર્દી દર્શાવવા આ સંદેશકો મોકલ્યા છે? અલબત્ત, નહિ. તેણે તો તેમને નગરની જાસૂસી કરવા મોકલ્યા છે, જેથી તે આપણને જીતી લે.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 પણ આમ્મોનીઓના આગેવાનોએ પોતાના રાજા હાનૂનને કહ્યું કે, “દાઉદે તારી પાસે તને દિલાસો આપવાને માણસો મોકલ્યા છે તેથી તું એવું માને છે કે દાઉદ તારા પિતાનો આદર કરે છે? શું દાઉદે પોતાના દાસોને નગર જોવાને તથા તેની જાસૂસી કરવાને તથા તેનો વિનાશ કરવાને માટે તારી પાસે મોકલ્યા નહિ હોય?” Viz kapitola |