૨ રાજા 9:7 - પવિત્ર બાઈબલ7 તારે તારા રાજા આહાબના કુટુંબને મારી નાખવાનું છે. ઇઝેબેલ અને તેણીના કુટુંબને મારીને હું મારા સેવકો તથા પ્રબોધકોના ખૂનનો બદલો લઇશ. આહાબના આખા કુટુંબનો નાશ કરવાનો છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 તું તારા ધણી આહાબના કુટુંબનાંને મારશે કે, જેથી હું મારા સેવક પ્રબોધકોના ખૂનનું તથા યહોવાના સર્વ સેવકોના ખૂનનું વેર ઇઝબેલ પર વાળું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 તારે તારા માલિક આહાબ રાજાના કુટુંબનો સર્વનાશ કરવાનો છે, જેથી મારા સંદેશવાહકો અને મારા અન્ય સેવકોને મારી નાખવા બદલ હું ઇઝબેલને શિક્ષા કરું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 તું તારા માલિક આહાબના કુટુંબનાંને મારશે કે, જેથી હું મારા સેવક પ્રબોધકોના રક્તનો બદલો અને યહોવાહના બધા સેવકોના રક્તનો બદલો ઇઝબેલ પર વાળું. Viz kapitola |