૨ રાજા 8:9 - પવિત્ર બાઈબલ9 આથી હઝાએલ દમસ્કની ઉત્તમોત્તમ વસ્તુઓથી લાદેલાં 40 ઊંટો ભેટરૂપે સાથે લઈને એલિશાને મળવા ગયો. દેવના માણસ સમક્ષ જઈ તેમની સામે ઊભા રહીને તેણે કહ્યું, “તમારા દીકરા અરામના રાજા બેન-હદાદે મને તમને એ પૂછવા મોકલ્યો છે કે, હું મારી માંદગીમાંથી સાજો થઈશ ખરો?” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 માટે હઝાએલ તેને મળવા ગયો, ને પોતાની સાથે દમસ્કસમાંથી બધી સારી સારી વસ્તુઓની ચાળીસ ઊંટભાર ભેટ લીધી, ને આવીને તેની આગળ ઊભા રહીને કહ્યું, “તમારા દીકરા અરામના રાજા બેન-હદાદે મને તમારી પાસે એમ પૂછવા મોકલ્યો છે કે, ‘શું હું આ મંદવાડમાંથી સાજો થઈશ?’” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.9 તેથી દમાસ્ક્સની સર્વ જાતની ઉત્તમ પેદાશ ચાલીસ ઊંટો પર લાદીને હઝાએલ એલિશા પાસે ગયો. હઝાએલે તેને મળીને કહ્યું, “તમારા સેવક અરામના રાજા બેનહદાદે મને તમારી પાસે પૂછવા મોકલ્યો છે તે પોતાની માંદગીમાંથી સાજા થશે કે કેમ?” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 માટે હઝાએલ તેની સાથે દમસ્કસની સારી મૂલ્યવાન વસ્તુઓ ચાલીસ ઊંટો પર એ વસ્તુઓ ભેટ તરીકે લઈને તેને મળવા ગયો. હઝાએલે આવીને એલિશા આગળ આવીને કહ્યું, “તારા દીકરા અરામના રાજા બેન-હદાદે મને તારી પાસે એવું પૂછવા મોકલ્યો છે કે, ‘શું હું આ બીમારીમાંથી સાજો થઈશ?’” Viz kapitola |