૨ રાજા 6:17 - પવિત્ર બાઈબલ17 પછી એલિશાએ યહોવાને પ્રાર્થના કરી કે, “હે યહોવા, તેની આંખો ખોલી નાખો અને તેને જોવા દો.” યહોવાએ તેના ચાકરની આંખ ખોલી નાખી પછી ચાકરને એ જોઇને આશ્ચર્ય થયું કે નગરની આજુબાજુના પર્વતો અગ્નિ રથો અને ઘોડાઓથી ભરાઇ ગયા હતાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 પછી એલિશાએ પ્રાર્થના કરી, “હે યહોવા, કૃપા કરીને એની આંખો ઉઘાડ કે એ જુએ.” ત્યારે યહોવાએ તે જુવાનની આંખો ઉઘાડી. અને તેણે જોયું, તો જુઓ, એલિશાની આસપાસ અગ્નિઘોડાઓથી તથા અગ્નિરથોથી પર્વત ભરાઈ ગયો હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.17 પછી તેણે પ્રાર્થના કરી, “ઓ પ્રભુ, તેની આંખો ખોલો કે તે જુએ!” પ્રભુએ તેની પ્રાર્થના સાંભળી અને એલિશાના નોકરે ઊંચી નજર કરી તો એલિશાની ચારે બાજુ અગ્નિ ઘોડા અને અગ્નિ રથોથી પર્વત છવાઈ ગયો હતો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 પછી એલિશાએ પ્રાર્થના કરી કે, “હે યહોવાહ, કૃપા કરી તેની આંખો ઉઘાડ કે તે જુએ.” ત્યારે યહોવાહે તે ચાકરની આંખો ઉઘાડી અને તેણે જોયું. તો જુઓ! એલિશાની આસપાસ અગ્નિરથોથી અને ઘોડાઓથી પર્વત ભરાઈ ગયો હતો. Viz kapitola |