Online Bible

- Reklamy -




૨ રાજા 5:7 - પવિત્ર બાઈબલ

7 જેવો ઇસ્રાએલના રાજાએ પત્ર વાંચ્યો, તે ગભરાઈ ગયો અને પોતાનાં કપડાં એમ કહેતા ફાડી નાખ્યાં, “કે હું તે કંઈ દેવ નથી કે જે મરેલા માંણસને જીવતો કરે? એણે મને આ માંણસને એનો રોગ મટાડવા માંટે મોકલી આપ્યો છે! જરૂર એ માંરી સાથે યુદ્ધ કરવા માંગે છે!”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 ઇઝરાયલનો રાજા એ પત્ર વાંચી રહ્યો ત્યારે એમ થયું કે તેણે પોતાના વસ્ત્ર ફાડીને કહ્યું “શું હું મારનાર તથા જિવાડનાર ઈશ્વર છું કે, આ માણસનો કોઢ મટાડવા માટે તેમણે એને મારી પાસે મોકલ્યો છે? કૃપા કરીને તમે વિચાર કરો, ને જુઓ કે તે કેવી રીતે મારી વિરુદ્ધ નિમિત્ત શોધે છે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

7 ઇઝરાયલના રાજાએ પત્ર વાંચીને હતાશામાં પોતાનાં વસ્ત્ર ફાડયાં અને બોલી ઊઠયો, “અરામનો રાજા મારી પાસે આ માણસને સાજો કરાવવાની શી રીતે અપેક્ષા રાખે છે? હું તે કંઈ મારનાર કે જીવાડનાર ઈશ્વર છું? દેખીતી રીતે જ તે મારી સાથે લડવાનું નિમિત્ત શોધે છે!”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 જયારે ઇઝરાયલના રાજાએ પત્ર વાંચ્યો, ત્યારે તેણે ગભરાઈને પોતાનાં વસ્ત્ર ફાડીને કહ્યું, “શું હું મારનાર કે જીવાડનાર ઈશ્વર છું કે, આ માણસ ઇચ્છે છે કે હું તેનો રોગ મટાડું? જુઓ તે કેવી રીતે મારી વિરુદ્ધ બહાનું શોધે છે?”

Viz kapitola kopírovat




૨ રાજા 5:7

Následuj nás:

Reklamy


Reklamy