૨ રાજા 5:26 - પવિત્ર બાઈબલ26 પણ એલિશાએ કહ્યું, “જયારે રથમાંથી કૂદીને કોઇ તમને મળવા આવ્યું, ત્યારે માંરો આત્માં તમાંરી સાથે નહોતો? આ કંઈ ભેટ લેવાનો પ્રસંગ છે? આ કંઈ પૈસા, કપડાં, જેતૂનની વાડીઓ, અને દ્રાક્ષની વાડીઓ ઘેટાં અને બળદો તથા દાસ અને દાસીઓ લેવાનો પ્રસંગ છે? Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)26 એલિશાએ એને કહ્યું, “પેલો માણસ પોતાના રથમાંથી ઊતરીને તને મળવા પાછો આવ્યો, ત્યારે મારું હ્રદય શું [તારી સાથે] આવ્યું નહોતુ? શું રૂપું લેવાનો, અને વસ્ત્ર, જૈતવાડીઓ, દ્રાક્ષાવડીઓ, ઘેટાં, બળદ, દાસો તથા દાસીઓ લેવાનો આ વખત છે? Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.26 પણ એલિશાએ તેને કહ્યું, “એ માણસ તને મળવા રથમાંથી નીચે ઊતર્યો ત્યારે મારું હૃદય ત્યાં તારી સાથે નહોતું? અત્યારે પૈસા, વસ્ત્રો, ઓલિવવાડીઓ કે દ્રાક્ષવાડીઓ, ઘેટાં, પશુઓ કે નોકરો સ્વીકારવાનો આ સમય છે? Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201926 એલિશાએ ગેહઝીને કહ્યું, “જયારે પેલો રથમાંથી ઊતરીને તને મળવા માટે આવ્યો, ત્યારે શું મારો આત્મા તારી સાથે નહોતો? શું આ પૈસા, વસ્ત્રો, જૈતૂનવાડીઓ, દ્રાક્ષવાડીઓ, ઘેટાં, બળદો, દાસો તથા દાસીઓ લેવાનો સમય છે? Viz kapitola |