૨ રાજા 5:20 - પવિત્ર બાઈબલ20 ત્યાં દેવભકત એલિશાના નોકર ગેહઝીએ મનમાં કહ્યું, “શું માંરા શેઠે આ અરામી નામાંનને તે જે ભેટ લાવ્યો તે સ્વીકાર્યા વિના જ એમને એમ જવા દીધો? યહોવાના સમ. હું દોડતો તેની પાછળ જાઉ છું અને તેની પાસેથી કંઈ લઈ આવું છું.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 પણ ઈશ્વરભકત એલિશાના ચાકર ગેહઝીએ કહ્યું, “જો, આ અરામી નામાન જે લાવ્યો હતો, તે તેની પાસેથી લીધા વગર મારા શેઠે એને જવા દીધો છે; પણ યહોવાના જીવના સમ કે હું તો એની પાછળ દોડીને એની પાસેથી કેટલુંક લઈશ.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.20 એવામાં ઈશ્વરભક્ત એલિશાના સેવક ગેહજીએ પોતાના મનમાં કહ્યું, “મારા ગુરુએ નામાનને તેની પાસેથી બદલામાં કશું લીધા વિના જવા દીધો! એ અરામી તેમને જે આપતો હતો તે તેમણે સ્વીકારી લેવાની જરૂર હતી. પ્રભુના જીવના સમ હું તેની પાછળ દોડીશ અને તેની પાસેથી કંઈક મેળવીશ.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 પણ ઈશ્વરભક્ત એલિશાના ચાકર ગેહઝીએ કહ્યું, “જો, મારા માલિકે આ અરામી નામાન જે લાવ્યો હતો તે તેની પાસેથી લીધા વગર તેને જવા દીધો છે. જીવતા યહોવાહના સમ, હું તેની પાછળ દોડીને તેની પાસેથી કંઈક તો લઈ લઈશ.” Viz kapitola |