૨ રાજા 25:27 - પવિત્ર બાઈબલ27 યહૂદાના રાજા યહોયાખીનને પણ બંદીવાસમાંથી મુકત કરવામાં આવ્યો. આમ આ દેશનિકાલના સાડત્રીસમા વર્ષમાં બન્યું. છેલ્લા માસના સત્તાવીસમે દિવસે બાબિલના રાજા એવીલ-મરોદાખે, પોતે ગાદીએ બેઠો અને તે જ વરસે યહૂદાના રાજા યહોયાખીનને માફી અપાઇ અને તેને કારાવાસમાંથી મુકત કરવામાં આવ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)27 યહૂદિયાના રાજા યહોયાખીનના બંદીવાન થયાના સાડત્રીસમાં વર્ષે, બારમાં માસમાં, તે માસને સત્તાવીસમે દિવસે એમ થયું કે બાબિલના રાજા એવિલ-મરોદાખે, પોતે રાજા થયો તે વર્ષે, યહૂદિયાના રાજા યહોયાખીનને બંદીખાનામાંથી કાઢીને તેને ઉચ્ચ પદવી આપી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.27 યહૂદિયાના રાજા યહોયાખીનના દેશનિકાલના સાડત્રીસમા વર્ષના બારમા મહિનાના સતાવીસમા દિવસે બેબિલોનના રાજા એવીલ-મેરાદાખે તેના રાજ્યાભિષેકના વર્ષમાં યહોયાખીન પ્રત્યે સદ્ભાવ દાખવ્યો અને તેને કેદમાંથી મુક્ત કર્યો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201927 યહૂદિયાના રાજા યહોયાખીનના દેશનિકાલ થયાના સાડત્રીસમા વર્ષે, બારમા માસમાં, તે માસના સત્તાવીસમે દિવસે એવું બન્યું કે, બાબિલના રાજા એવીલ-મેરોદાખે પોતે રાજા બન્યો તે વર્ષે, યહૂદિયાના રાજા યહોયાખીનને બંદીખાનામાંથી મુકત કરીને ઉચ્ચ પદવી આપી. Viz kapitola |