૨ રાજા 23:11 - પવિત્ર બાઈબલ11 તેણે નાથાન મેલેખના નિવાસસ્થાન પાસે મંદરિના મુખ્ય પ્રવેશદ્વાર આગળ આવેલી ઘોડાઓની પ્રતિમાઓને તોડી પાડી. તેણે સૂર્ય દેવને સમર્પિત થયેલા રથોને બાળી મૂક્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 યહોવાના મંદિરની ભાગળ આગળ, પડોશમાં આવેલી મુખ્ય ચાકર નાથાન મેલેખની ઓરડી પાસે, જે ઘોડા [ની પ્રતિમાઓ] યહૂદિયાના રાજાઓએ સૂર્યને અર્પણ કરેલી હતી, તેઓને તેણે દૂર કરી, ને સૂર્યના રથોને તેણે અગ્નિથી બાળી નાખ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.11 સૂર્યપૂજા માટે યહૂદિયાના રાજાઓએ અર્પણ કરેલા ઘોડા તેણે દૂર કર્યા અને એ પૂજામાં વપરાતા રથ બાળી નાખ્યા. (એ બધા દરવાજા પાસે મંદિરના ચોકમાં અને નાથાન મેલેખ નામના ઉચ્ચ અધિકારીના નિવાસસ્થાનની નજીક રાખવામાં આવતા હતા.) Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 યહોવાહના સભાસ્થાનના મુખ્ય પ્રવેશદ્વાર આગળ આવેલી નાથાન મેલેખની ઓરડી પાસે, જે ઘોડાની મૂર્તિઓ યહૂદિયાના રાજાઓએ સૂર્યને અર્પણ કરી હતી, તેઓને તેણે દૂર કરી. યોશિયાએ સૂર્યના રથોને બાળી નાખ્યા. Viz kapitola |