૨ રાજા 21:13 - પવિત્ર બાઈબલ13 હું યરૂશાલેમને, સમરૂનને જે દોરીથી માપ્યું હતું તે જ દોરીથી માપીશ, અને આહાબને માટે વાપર્યો હતો તે જ ઓળંબો એને માટે પણ વાપરીશ, કોઈ માણસ થાળી સાફ કરીને ઊંધી પાડી દે, તેમ હું યરૂશાલેમને સાફ કરી નાખીશ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 હું સમરુનની માપદોરી તથા આહાબના ઘરનો ઓળંબો યરુશાલેમ પર લંબાવીશ અને જેમ કોઈ માણસ થળી લૂછે, તેમ હું યરુશાલેમને લૂછી નાખીશ, ને તેને લૂછીને ઊંધું વાળીશ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.13 મેં જે માપ દોરીથી સમરૂનનો અને જે ઓળંબે આહાબના રાજ્યનો ન્યાય કરીને સજા કરી એ જ ધોરણે હું યરુશાલેમને સજા ફટકારીશ. જેમ કોઈ થાળી સાફ કરીને ઊંધી વાળી દે તેમ હું યરુશાલેમના લોકને સફાચટ કરી દઇશ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 હું સમરુનની માપદોરી તથા આહાબના કુટુંબનો ઓળંબો યરુશાલેમ પર ખેંચીશ, જેમ માણસ થાળીને સાફ કરે છે તેમ હું યરુશાલેમને સાફ કરીને ઊંધું વાળી નાખીશ. Viz kapitola |