૨ રાજા 18:37 - પવિત્ર બાઈબલ37 મહેલોના મુખ્ય કારભારી હિલ્કિયાનો પુત્ર એલ્યાકીમ, મંત્રી શેબ્ના અને આસાફનો પુત્ર નોંધણીકાર યોઆહ, હિઝિક્યા રાજાની પાસે ગયા. તેઓએ નિરાશ થઇને પોતાનાં વસ્ત્રો ફાડયાં અને આશ્શૂરના રાજાના મુખ્ય સેનાપતિએ જે કહ્યું હતું તે તેને કહી સંભળાવ્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)37 પછી હિલ્કિયાનો દીકરો એલ્યાકીમ જે ઘરનો કારભારી હતો તે, શેબ્ના ચિટનીસ, તથા આસાફનો દીકરો યોઆહ ઈતિહાસકાર પોતાના વસ્ત્ર ફાડીને હિઝકિયા પાસે આવ્યા, ને તેને રાબશાકેહનાં વચનો કહી સંભળાવ્યાં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.37 પછી હિલકિયાના પુત્ર એલિયાકીમે, શેબ્નાએ તથા યોઆહે શોકમાં પોતાનાં વસ્ત્ર ફાડયાં, અને આશ્શૂરનો મુખ્ય અમલદાર જે બોલ્યો હતો તે જઈને રાજાને કહ્યું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201937 પછી હિલ્કિયાનો દીકરો એલિયાકીમ જે ઘરનો કારભારી હતો તે, નાણાંમંત્રી શેબ્ના અને આસાફનો દીકરો યોઆહ ઇતિહાસકાર પોતાનાં વસ્ત્ર ફાડીને હિઝકિયાની પાસે આવ્યા અને તેઓએ તેને રાબશાકેહનાં વચનો કહી સંભળાવ્યાં. Viz kapitola |