૨ રાજા 18:26 - પવિત્ર બાઈબલ26 એલ્યાકીમ, શેબ્ના અને યોઆહે સેનાપતિઓને કહ્યું, “મહેરબાની કરીને અમારી સાથે અરામીભાષામાં બોલો, અમે એ ભાષા સમજીએ છીએ. અમારી સાથે યહૂદીઓની ભાષામાં ના બોલશો. કારણ કે બધા લોકો જેઓ દિવાલ પર છે તેઓ સમજી જશે કે તમે શું કહી રહ્યાં છો!” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)26 ત્યારે હિલ્કિયાના દીકરા એલ્યાકીમે, શેબ્નાએ તથા યોઆહે રાબશાકેહને કહ્યું, “કૃપા કરીને આ તમારા સેવકો સાથે અરામી ભાષામાં બોલો; કેમ કે અમે તે સમજીએ છીએ. કોટ પર જે લોકો [બેઠેલા] છે તેઓના સાંભળતાં અમારી સાથે યહૂદીઓની ભાષામાં બોલશો નહિ.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.26 પછી હિલકિયાના પુત્ર એલિયાકીમ, શેબ્ના અને યોઆહે પેલા અમલદારને કહ્યું, “સાહેબ, અમારી સાથે અરામી ભાષામાં વાત કરો. અમે તે સમજીએ છીએ. હિબ્રૂ ભાષામાં બોલશો નહિ; કારણ, કોટ પર ઊભેલા બધા લોકો સાંભળે છે.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201926 હિલ્કિયાના દીકરા એલિયાકીમ, શેબ્ના અને યોઆહે રાબશાકેહને કહ્યું, “કૃપા કરીને તારા સેવકોની સાથે અરામી ભાષામાં બોલ, કે અમે તે સમજી શકીએ. અમારી સાથે હિબ્રૂ ભાષામાં ના બોલીશ. જેઓ દિવાલ પર છે તેઓના સાંભળતાં અમારી સાથે યહૂદિયાની ભાષામાં બોલીશ નહિ.” Viz kapitola |