Online Bible

- Reklamy -




૨ રાજા 10:15 - પવિત્ર બાઈબલ

15 ત્યાંથી નીકળીને તે જવા લાગ્યો, ત્યારે સામેથી રેખાબનો પુત્ર યહોનાદાબ તેને મળવા આવતો હતો. તેમણે એકબીજાની કુશળતા પૂછી. પછી યેહૂએ તેને કહ્યું, “હું તારા પ્રત્યે જેવો વિશ્વાસુ છું તેવો તું મારા પ્રત્યે છે?” યહોનાદાબે કહ્યું, “હા છું.” પછી યેહૂએ કહ્યું, “તારો હાથ મને આપ.” અને યેહૂએ તેને રથમાં પોતાની બાજુએ ખેંચી લીધો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 તે ત્યાંથી વિદાય થયો. પછી રેખાબનો દીકરો યહોનાદાબ તેની સામો આવતો અચાનક તેને મળ્યો. યેહુએ તેને સલામ કરીને તેને કહ્યું, “જેમ મારું હ્રદય તારા હ્રદય પ્રત્યે શુદ્ધ છે, તેમ શું તારું હ્રદય છે?” યહોનાદાબે ઉત્તર અપ્યો કે, છે. [યેહૂએ કહ્યું,] “જો એમ હોય તો મને તારો હાથ આપ.” તેણે પોતાનો હાથ તેને આપ્યો; એટલે તેણે તેને પોતાની પાસે રથમાં ઊંચકી લીધો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

15 યેહૂ ફરીથી ઉપડયો અને રસ્તે તેને રેખાબનો પુત્ર યહોનાદાબ મળ્યો. યેહૂએ તેને સલામ પાઠવીને કહ્યું, “જેમ મારું હૃદય તારા પ્રત્યે નિખાલસ છે તેમ તારું હૃદય મારા પ્રત્યે નિખાલસ છે?” યહોનાદાબે જવાબ આપ્યો, “હા, છે.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 જ્યારે યેહૂ ત્યાંથી વિદાય થયો, ત્યારે તેને મળવા આવતા રેખાબના દીકરા યહોનાદાબને તે મળ્યો. યેહૂએ તેને સલામ કરીને તેને કહ્યું, “જેમ મારું હૃદય તારા પ્રત્યે શુદ્ધ છે તેમ શું તારું હૃદય મારા પ્રત્યે શુદ્ધ છે?” યહોનાદાબે કહ્યું, “હા છે.” પછી યેહૂએ કહ્યું, “જો તેમ છે તો તારો હાથ મને આપ.” અને યહોનાદાબે તેને પોતાનો હાથ આપ્યો યેહૂએ તેને પોતાની પાસે રથમાં ખેંચી લીધો.

Viz kapitola kopírovat




૨ રાજા 10:15

Následuj nás:

Reklamy


Reklamy