2 કરિંથીઓ 1:6 - પવિત્ર બાઈબલ6 જો અમને મુશ્કેલીઓ નડે, તો તે મુશ્કેલીઓ તમારા દિલાસા અને તમારા ઉદ્ધાર માટે છે. જો અમને દિલાસો મળે તો તે તમારા દિલાસા માટે છે. અમારા જેવી જ પીડાને ધૈર્ય પૂર્વક સ્વીકારવા માટે આ તમને મદદરૂપ નીવડે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 પણ જો અમને વિપત્તિ પડે છે, તો તે તમારા દિલાસા તથા તારણ માટ છે; અથવા જો અમને દિલાસો મળે છે, તો તે તમારા દિલાસાને માટે છે કે, જેથી કરીને જે દુ:ખો અમે પણ સહન કરીએ છીએ તે જ દુ:ખો ધીરજથી સહન કરવાની શક્તિ તમારામાં ઉત્પન્ન થાય. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 જો અમે દુ:ખ સહન કરતા હોઈએ, તો તે તમારા દિલાસા અને ઉદ્ધારને માટે છે. જો અમને દિલાસો મળે છે, તો તેથી તમને પણ દિલાસો મળે છે; જેથી જે દુ:ખો અમે સહન કરીએ છીએ, તે જ દુ:ખો ધીરજથી સહન કરવાની શક્તિ તમને પણ મળે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 પણ જો અમે વિપત્તિ સહીએ તો તે તમારા દિલાસા તથા ઉદ્ધારને માટે છે; અને જો દિલાસો પામીએ છીએ, તો તે તમારા દિલાસાને માટે છે અને તેથી અમે જે રીતે દુઃખો સહીએ છીએ તેવી સહન કરવાની શક્તિ તમારામાં આવે. Viz kapitola |