Online Bible

- Reklamy -




૨ કાળવૃત્તાંત 7:7 - પવિત્ર બાઈબલ

7 ત્યારબાદ સુલેમાને યહોવાના મંદિરની આગળ આવેલા ચોકનો વચલો ભાગ પણ પવિત્ર કર્યો. ત્યાં તેણે દહનાર્પણો, ખાદ્યાર્પણો તથા શાંત્યર્પણોના ચરબીવાળા ભાગો ધરાવ્યાં. કારણ સુલેમાને જે પિત્તળની વેદી બનાવડાવી હતી તેમાં આ બધી બલિઓ સમાઇ શકે એમ ન હતી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 વળી સુલેમાને યહોવાના મંદિરની આગળના ચોકના મધ્ય ભાગને પવિત્ર કર્યો; કેમ કે ત્યાં તેણે દહનીયાર્પણો તથા શાંત્યર્પણોનો મેદ ચઢાવ્યાં; કેમ કે જે પિત્તળની વેદી સુલેમાને બનાવી હતી તેમાં દહનીયાર્પણ તથા ખાદ્યાર્પણ તથા તેઓનો મેદ સમાઈ શકે એમ નહોતું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

7 શલોમોને મંદિરની આગળના ચોકના મધ્ય ભાગને પણ પવિત્ર કર્યો, અને ત્યાં સંપૂર્ણ દહનબલિ, ધાન્યાર્પણ અને સંગતબલિની ચરબીનું અર્પણ કર્યું. આ બધાં અર્પણો તેણે બનાવેલી તાંબાની વેદી પર સમાઈ શકે તેમ ન હોઈ તેણે તેમ કર્યું.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 સુલેમાને ઈશ્વરના સભાસ્થાનની સામે આવેલા ચોકનો મધ્ય ભાગ પવિત્ર કર્યો. ત્યાં તેણે દહનીયાર્પણો તથા શાંત્યર્પણોના ચરબીવાળા ભાગો અર્પણ કર્યા, કારણ કે સુલેમાને જે પિત્તળની વેદી બનાવડાવી હતી તે આ બલિદાનો એટલે દહનીયાર્પણો, ખાદ્યાર્પણ તથા ચરબીને સમાવવાને અસમર્થ હતી.

Viz kapitola kopírovat




૨ કાળવૃત્તાંત 7:7

Následuj nás:

Reklamy


Reklamy