Online Bible

- Reklamy -




૨ કાળવૃત્તાંત 35:18 - પવિત્ર બાઈબલ

18 પ્રબોધક શમુએલના વખતથી ઇસ્રાએલમાં કદી પાસ્ખાનું પર્વ આ રીતે ઊજવાયું નહોતું. ઇસ્રાએલના કોઇ પણ રાજાએ યોશિયાની પેઠે પાસ્ખાનું પર્વ યાજકો, લેવીઓ, હાજર રહેલા બધા યહૂદાવાસીઓ તથા ઇસ્રાએલવાસીઓ અને યરૂશાલેમના વતનીઓ સાથે કદી ઊજવ્યું નહોતું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 શમુએલ પ્રબોધકના સમયથી ઇઝરાયલમાં તેના જેવું પાસ્ખાપર્વ એક પણ પાળવામાં આવ્યું નહોતું. તેમ જ જેવું યોશિયાએ, યાજકોએ, લેવીઓએ, યહૂદિયાના લોકોએ, હાજર થયેલા ઇઝરાયલીઓએ તથા યરુશાલેમના રહેવાસીઓએ પાળ્યું, તેવું પાસ્ખાપર્વ ઇઝરાયલના રાજાઓમાંના કોઈએ પણ અગાઉ પાળ્યું નહોતું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

18-19 શમૂએલ સંદેશવાહકના દિવસો પછી ઇઝરાયલમાં ક્યારેય આવી રીતે પાસ્ખાપર્વ પળાયું નહોતું. યોશિયા રાજાના અમલના અઢારમે વર્ષે યોશિયા રાજા, યજ્ઞકારો, લેવીઓ તેમજ યહૂદિયા, ઇઝરાયલ અને યરુશાલેમના લોકોએ જેવું પાસ્ખાપર્વ ઊજવ્યું તેવું અગાઉના કોઈ રાજાઓએ ઊજવ્યું નહોતું.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 શમુએલ પ્રબોધકના સમયથી આજ સુધી ઇઝરાયલમાં તેના જેવું પાસ્ખાપર્વ આ રીતે ઊજવાયું નહોતું. તેમ જ આ જેવું પાસ્ખાપર્વ યોશિયાએ, યાજકોએ, લેવીઓએ, યહૂદિયાના લોકોએ, હાજર રહેલા ઇઝરાયલીઓએ તથા યરુશાલેમના વતનીઓએ પાળ્યું તેવું પાસ્ખાપર્વ ઇઝરાયલના રાજાઓમાંના કોઈએ પણ અગાઉ પાળ્યું નહોતું.

Viz kapitola kopírovat




૨ કાળવૃત્તાંત 35:18

Následuj nás:

Reklamy


Reklamy