૨ કાળવૃત્તાંત 29:31 - પવિત્ર બાઈબલ31 ત્યારબાદ હિઝિક્યાએ કહ્યું, “હવે તમે યહોવાની સેવાને સમર્પિત થયા છો. આગળ આવો, અને યહોવાના મંદિર માટે હોમબલિ અને આભારના બલિ લઇ આવો.” આથી સભાજનો હોમબલિ અને આભારના બલિ લઇ આવ્યા, અને જેમની ઇચ્છા હતી તેઓ દહનાર્પણો લઇ આવ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)31 તે સમયે હિઝકિયાએ લોકોને સંબોધીને કહ્યું, “હવે તમે યહોવાને પોતાનું સ્વાર્પણ કર્યું છે, માટે પાસે આવીને યહોવાના મંદિરમાં યજ્ઞો તથા આભારાર્થાર્પણો લાવો. ત્યારે સમગ્ર પ્રજા યજ્ઞો તથા આભારાર્થાર્પણો લાવી. અને જેઓનાં મનમાં આવ્યું તેઓ રાજીખુશીથી દહનીયાર્પણો [લાવ્યા]. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.31 હિઝકિયાએ લોકોને કહ્યું, “હવે તમે પ્રભુને સમર્પિત થયા હોઈ આગળ આવીને પ્રભુને બલિદાનો અને આભારબલિનાં અર્પણ ચડાવો.” એ પ્રમાણે તેઓ અર્પણો લાવ્યા અને કેટલાક તો સ્વૈચ્છિક રીતે દહનબલિ માટે પશુઓ પણ લાવ્યા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201931 પછી હિઝકિયાએ કહ્યું, “હવે તમે પોતાને ઈશ્વરને માટે પવિત્ર કરો. પાસે આવીને ઈશ્વરના ઘરમાં યજ્ઞો તથા આભારાર્થાર્પણો લાવો.” આથી સમગ્ર પ્રજા યજ્ઞો તથા આભારાર્થાર્પણો લાવી; જેઓના મનમાં આવ્યું તેઓ રાજીખુશીથી દહનીયાર્પણો લાવી. Viz kapitola |