૨ કાળવૃત્તાંત 29:27 - પવિત્ર બાઈબલ27 એટલે હિઝિક્યાએ વેદી ઉપર દહનાર્પણ ચઢાવવાનો હુકમ કર્યો; અને દહનાર્પણ ચઢાવવાનું શરૂ થતાં જ યહોવાની સ્તુતિ પણ શરૂ થઇ અને તેની સાથે જ ઇસ્રાએલના રાજા દાઉદના વાજિંત્રો સહિત રણશિંગડા પણ વાગી ઊઠયાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)27 ત્યાર પછી હિઝકિયાએ વેદી પર દહનીયાર્પણ ચઢાવવાની આજ્ઞા કરી. દહનીયાર્પણ [ચઢાવવાનું] શરૂ થયું તે જ વખતે તેઓ યહોવાનું ગીત ગાવા લાગ્યા, અને તેની સાથે રણશિંગડાં તથા ઇઝરાયલનાં રાજા દાઉદનાં વાજિંત્રો પણ વગાડવામાં આવ્યાં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.27 હિઝકિયાએ દહનબલિ અર્પણ કરવાનો હુકમ કર્યો, અને એ દહનબલિ ચડાવવાનું શરૂ થતાં જ લોકોએ પ્રભુની સ્તુતિનાં ગીત ગાયાં અને સંગીતકારોએ ઇઝરાયલના રાજા દાવિદનાં વાજિંત્રો અને રણશિંગડાં વગાડયાં. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201927 હિઝકિયાએ વેદી ઉપર દહનીયાર્પણ ચઢાવવાની આજ્ઞા આપી. જયારે દહનીયાર્પણ ચઢાવવાનું શરૂ થયું તે જ સમયે તેઓ ઈશ્વરનાં ગીત ગાવા લાગ્યા અને તેની સાથે રણશિંગડાં તથા ઇઝરાયલના રાજા દાઉદનાં વાજિંત્રો પણ વગાડવામાં આવ્યાં. Viz kapitola |