Online Bible

- Reklamy -




૨ કાળવૃત્તાંત 25:5 - પવિત્ર બાઈબલ

5 ત્યારબાદ અમાસ્યાએ રાજ્યના બધા લોકોને- યહૂદાના તેમજ બિન્યામીનના વંશના લોકોને ભેગા કર્યા, અને તેમને કુટુંબવાર હજાર હજારના અને સો સોના નાયકો નીચે ગોઠવી દીધા. 20 વરસના અને તેની ઉપરનાની તેણે ગણતરી કરી તો 3,00,000 ચુનંદા યોદ્ધાઓ થયા. તેઓ બધા ઢાલ અને ભાલાથી યુદ્ધ કરવાને સજ્જ હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 પછી અમસ્યાએ યહૂદિયાના લોકોને એકત્ર કર્યા, ને તેઓના પિતૃઓનાં કુટુંબો પ્રમાણે તેઓને, એટલે સર્વ યહૂદિયા તથા બિન્યામીનને સહસ્રાધિપતિઓ તથા શતાધિપતિઓના હાથ નીચે નમ્યા. તણે તેઓની, એટલે વીસ વર્ષના તથા તેથી ઉપરનાઓની, ગણતરી કરી, તો ભાલા તથા ઢાલ વાપરી શકે એવા તથા યુદ્ધમાં જઈ શકે એવા ચૂંટી કાઢેલા ત્રણ લાખ માણસો નીકળ્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

5 અમાસ્યાએ યહૂદા અને બિન્યામીનના કુળોના સર્વ પુરુષોને તેમના ગોત્ર પ્રમાણે લશ્કરી એકમોમાં ગોઠવ્યા અને પ્રત્યેક હજાર હજારના અને પ્રત્યેક સો સોના એકમ પર સેનાધિકારીઓ મૂક્યા. એમાં વીસ વર્ષ કે તેથી વધારે ઉંમરના ભાલા અને ઢાલ વાપરવામાં કુશળ હોય એવા એકંદરે ત્રણ લાખ પુરુષો હતા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 પછી, અમાસ્યાએ યહૂદિયાના લોકોને એકત્ર કર્યા અને તેઓના પૂર્વજોના કુટુંબો પ્રમાણે તેઓને, એટલે સર્વ યહૂદિયાના લોકોને તથા બિન્યામીનીઓને સહસ્રાધિપતિઓ તથા શતાધિપતિઓના હાથ નીચે નીમ્યા. તેણે તેઓમાંના વીસ વર્ષના તેથી ઉપરની વય ધરાવનારાઓની ગણતરી કરી. તો ભાલા તથા ઢાલ વાપરી શકે તેવા તથા યુદ્ધમાં જઈ શકે તેવા પસંદ કરેલા એવા ત્રણ લાખ માણસો મળી આવ્યા.

Viz kapitola kopírovat




૨ કાળવૃત્તાંત 25:5

Následuj nás:

Reklamy


Reklamy