૨ કાળવૃત્તાંત 25:4 - પવિત્ર બાઈબલ4 જો કે તેણે તેઓનાં બાળકોને મારી નાખ્યા નહિ, મૂસાના નિયમમાં લખેલી દેવની આજ્ઞાને તે આધીન થયો, “બાળકોના પાપોને કારણે પિતા માર્યા ન જાય, અને પિતાના પાપોને કારણે બાળકો માર્યા ન જાય, પ્રત્યેક પોતાનાં પાપની શિક્ષા ભોગવે છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 પણ તેણે તેઓનાં છોકરાંને મારી નાખ્યાં નહિ; પણ મૂસાના નિયમશાસ્ત્રમાં જેમ લખેલું છે તેમ કર્યું. એમાં યહોવાએ એવી આજ્ઞા આપી હતી કે, “છોકરાંને લીધે પિતાઓને મારી નાખવા નહિ; તેમ જ પિતાઓને લીધે છોકરાંને મારી નાખવાં નહિ; પણ દરેક માણસ પોતાના જ પાપને લીધે માર્યો જાય.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 જો કે તેણે તેમનાં સંતાનોને મારી નાખ્યાં નહિ પણ મોશેના નિયમશાસ્ત્રમાં આપેલા પ્રભુના આ ફરમાનનું અનુસરણ કર્યું: “સંતાનોના ગુના માટે માબાપને અથવા માબાપના ગુના માટે સંતાનોને મારી નાખવાં નહિ; પ્રત્યેક જણ માત્ર પોતે કરેલા પાપને લીધે જ માર્યો જાય.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 પણ તેણે તેઓનાં બાળકોને મારી નાખ્યાં નહિ, પણ મૂસાના નિયમશાસ્ત્રમાં જેમ લખેલું છે તેમ કર્યું, એમાં ઈશ્વરે એવી આજ્ઞા આપી હતી, “બાળકોના કારણે પિતાઓને મારી નાખવાં નહિ, તેમ જ પિતાઓને કારણે બાળકોને મારી નાખવા નહિ. તેના બદલે, દરેક વ્યક્તિ પોતાનાં જ પાપનાં કારણે માર્યો જાય.” Viz kapitola |