૨ કાળવૃત્તાંત 25:19 - પવિત્ર બાઈબલ19 ‘મેં અદોમ સર કર્યુ છે’ એમ તું કહે છે, અને તેથી તારું મગજ ફાટી ગયું છે. અદોમ ઉપર વિજય મળવાથી તું ઘણો અભિમાની થઇ ગયો છે, પણ મારી સલાહ છે કે, તું તારે ઘેર રહે અને મારી સાથે યુદ્ધ કરીશ નહિ, રખેને તું અને સમગ્ર યહૂદા ભારે નુકશાન વહોરી લો.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 તું કહે છે કે, ‘જો મેં અદોમને માર્યો છે.’ અને એથી તું તારા મનમાં ફુલાઈ ગયો છે. તું તારે ઘેર જ રહે. પંચાત ઊભી કરીને તારે પોતાનું નુકસાન શા માટે વહોરી લેવું જોઈએ કે, જેથી તું તથા તારી સાથે યહૂદિયા પણ માર્યા જાઓ?” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.19 અમાસ્યા, અદોમીઓને હરાવ્યા હોવાથી હવે તું બડાઈ હાંકે છે! છાનો માનો બેસી રહે ને! તું શા માટે તારી તથા તારા લોકોની પાયમાલી નોતરે છે?” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 તું કહે છે, ‘જો, મેં અદોમને માર્યો છે’ અને તું તારા મનમાં ફુલાઈ ગયો છે. તારી જીતમાં તું ઘણો અભિમાની થયો છે, પણ તું તારે ઘરે રહે કેમ કે તારું પોતાનું નુકસાન તારે શા માટે વહોરી લેવું જોઈએ કે જેથી તારી સાથે યહૂદિયાના લોકો પણ માર્યા જાય?” Viz kapitola |