૨ કાળવૃત્તાંત 23:8 - પવિત્ર બાઈબલ8 મુખ્ય યાજક યહોયાદાની આજ્ઞાનું લેવીઓએ તથા સર્વ યહૂદાવાસીઓએ અક્ષરશ: પાલન કર્યુ. યાજક યહોયાદાએ સમૂહમાંથી કોઇને પણ છોડ્યા નહિ. તેથી દરેક આગેવાન તેના માણસો સાથે આવ્યાં, તે બન્ને પ્રકારના માણસો જેઓ વિશ્રામવારને દિવસે અંદર આવ્યા, અને જેઓ વિશ્રામવારને દિવસે બહાર ગયા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 યહોયાદા યાજકે જે જે આજ્ઞા કરી તે સર્વનો લેવીઓએ તથા યહૂદિયાના સર્વ લોકોએ અમલ કર્યો. તેઓએ પોતપોતાના માણસોને એટલે સાબ્બાથે અંદર આવનારને તથા બહાર જનારને એકત્ર કર્યા; કેમ કે યહોયાદા યાજકે વારા પ્રમાણે પાછા જનારાઓને જવા દીધા નહોતા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.8 લેવીઓ ને યહૂદિયાના લોકોએ યહોયાદાની સૂચનાઓનું પાલન કર્યું. ફરજ પરથી બદલતા માણસોને જવા દેવામાં આવતા નહિ. તેથી સાબ્બાથદિને ફરજ પર ચઢતા કે ઊતરતા બધા માણસો લશ્કરી અધિકારીઓ પાસે ઉપલબ્ધ રહેતા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 તેથી યહોયાદા યાજકે જે જે આજ્ઞા કરી તે સર્વનો લેવીઓએ તથા યહૂદિયાના બધાં લોકોએ પાલન કર્યુ. તેઓએ પોતપોતાનાં માણસોને એટલે વિશ્રામવારે અંદર આવનાર અને બહાર જનારને ભેગા કર્યા; કેમ કે યહોયાદા યાજકે વારા પ્રમાણે પાછા જનારાઓને જવા દીધાં નહોતા. Viz kapitola |