૨ કાળવૃત્તાંત 20:6 - પવિત્ર બાઈબલ6 અને બોલ્યો, “હે યહોવા, અમારા પિતૃઓના દેવ, તું સ્વર્ગાધીપતિ છે અને બધી પ્રજાઓના રાજ્યો ઉપર તારી જ આણ પ્રવતેર્ છે. તારું બળ અને સાર્મથ્ય એવું છે કે કોઇ તારી સામે થઇ શકે તેમ નથી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 “હે અમારા પિતૃઓના ઈશ્વર, યહોવા, શું તમે આકાશવાસી ઈશ્વર નથી? શું તમે વિદેશીઓનાં સર્વ રાજ્યો પર અધિકારી નથી?તમારા હાથમાં એટલું બધું બળ તથા પરાક્રમ છે કોઈ તમારી સામે ટકવાને સમર્થ નથી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 “ઓ અમારા પૂર્વજોના ઈશ્વર પ્રભુ, તમે તો આકાશવાસી ઈશ્વર છો અને પૃથ્વીની સર્વ પ્રજાઓનાં રાજ્યો પર રાજ કરો છો. તમે પરાક્રમી અને શક્તિશાળી છો અને કોઈ તમારી સામે પડી શકે નહિ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 તેણે કહ્યું, “હે ઈશ્વર, અમારા પિતૃઓના પ્રભુ, શું તમે સ્વર્ગમાંના ઈશ્વર નથી? શું બધી પ્રજાઓના રાજ્યો ઉપર તમે અધિકારી નથી? બળ અને પરાક્રમ તમારા હાથમાં છે. તેથી કોઈ તમારી સામે ટકી શકતું નથી. Viz kapitola |