૨ કાળવૃત્તાંત 20:37 - પવિત્ર બાઈબલ37 પણ મારેશ્શાહના વતની દોદાવાહૂના પુત્ર અલીએઝેરે યહોશાફાટની વિરૂદ્ધ ભવિષ્યવાણી ભાખી કે, “તેં અહાઝયા સાથે મૈત્રી કરી છે તેથી યહોવા તારા વહાણોને ભાંગી નાખશે.” તેથી એ વહાણો નાશ પામ્યાં અને તેઓે કદી તાશીર્શ પહોંચી શક્યાં નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)37 ત્યારે મારેશાના [રહીશ] દોદાવાહુના પુત્ર અલીએઝેરે યહોશાફાટની વિરુદ્ધ પ્રબોધ કરીને કહ્યું, તેં અહાઝ્યાની સાથે સંપ કર્યો છે, માટે યહોવાએ તારાં કામોનો નાશ કર્યો છે. એ વહાણો ભાંગી ગયાં, ને તેથી તેઓ તાર્શીશ જઈ શક્યાં નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.37 પણ મારેશા નગરના દોદાવાહૂના પુત્ર એલિએઝેરે યહોશાફાટને ચેતવણી આપી; “આપે અહાઝયા સાથે સંબંધ બાંધ્યો હોઈ તમે જે કંઈ બાંધ્યું તેનો પ્રભુ નાશ કરશે.” એ વહાણો ભાંગી ગયાં અને કયારેય તાર્શિશ જઈ શક્યાં નહિ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201937 પછી મારેશાના વતની દોદાવાહુના પુત્ર અલીએઝેરે યહોશાફાટની વિરુદ્ધમાં પ્રબોધ કરીને કહ્યું, “તેં અહાઝયાહની સાથે સંપ કર્યો છે, માટે ઈશ્વરે તારાં કામોનો નાશ કર્યો છે.” એ વહાણો ભાંગી ગયાં અને તેથી તેઓ તાર્શીશ જઈ શક્યા નહિ. Viz kapitola |