૨ કાળવૃત્તાંત 20:22 - પવિત્ર બાઈબલ22 જેવું તેઓએ ગાયન અને સ્તુતિ શરૂ કર્યુ, યહોવાએ આમ્મોનિઓ, મોઆબીઓ અને સેઇર પર્વતના લોકો દ્વારા અચાનક હુમલો કરાવીને તેમને પછાડયા અને તેમનો પરાજય કર્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 તેઓએ ગાયનો તથા સ્તુતિ કરવાનો પ્રારંભ કર્યો, એટલે યહોવાએ આમ્મોનીઓ, મોઆબીઓ તથા સેઇર પર્વતના લોકો, જેઓ યહૂદિયાની સામે લડવા આવ્યા હતા, તેઓના માર્ગમાં કેટલાક માણસોને સંતાડી રાખ્યા. અને તેઓએ માર ખાધો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.22 તેમણે સ્તુતિગાન ગાયું કે પ્રભુએ આક્રમણ કરવા આવેલા આમ્મોની, મોઆબી અને સેઈરના અદોમી લોકોના સૈન્યને ભુલાવામાં નાખીને તેમનો પરાજય કર્યો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 તેઓએ ગાયન ગાવાનું અને સ્તુતિ કરવાનું શરૂ કર્યુ, ત્યારે ઈશ્વરે જેઓ યહૂદિયાની સામે ચઢી આવ્યા હતા તેઓએ એટલે આમ્મોનીઓ, મોઆબીઓ અને સેઈર પર્વતના લોકો વિરુદ્ધ ઓચિંતો હુમલો કરાવ્યો અને તેઓને હરાવ્યા. Viz kapitola |