૨ કાળવૃત્તાંત 16:6 - પવિત્ર બાઈબલ6 ત્યારબાદ રાજા આસાએ યહૂદાના બધા માણસોને સાથે લીધા અને તેઓ જે પથ્થર અને લાકડાં વડે બાઅશા રામામાં કિલ્લેબંદી કરતો હતો તે ઉઠાવી ગયા, અને તેના વડે તેમણે ગેબા અને મિસ્પાહ બાંધ્યાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 ત્યારે આસા રાજાએ યહૂદિયાના સર્વ લોકોને ભેગા કર્યાં. તેઓ રામાના પથ્થરો તથા જે લાકડાં બાશાએ બાંધકામમાં વાપરવા માટે તૈયાર કર્યા હતાં તે લઈ ગયાં. અને તે વડે તેણે ગેબા તથા મિસ્પા બાંધ્યાં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 પછી આસા રાજાએ સમસ્ત યહૂદિયામાંથી માણસો એકત્ર કર્યા અને બાશા રામામાં બાંધકામમાં વાપરતો હતો તે પથ્થરો અને ઈમારતી લાકડાં લઈ જવા હુકમ કર્યો. તેનો ઉપયોગ તેમણે ગેબા અને મિસ્પા નગરોને કિલ્લેબંધી કરવામાં કર્યો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 પછી આસા રાજાએ યહૂદિયાના લોકોને સાથે લીધા. તેઓ જે પથ્થરો તથા જે લાકડાં બાશાએ રામાના કિલ્લાના બાંધકામમાં વાપરવા માટે તૈયાર કર્યાં હતાં તે લઈ ગયા. પછી તે વડે આસા રાજાએ ગેબા તથા મિસ્પા બાંધ્યાં. Viz kapitola |