૨ કાળવૃત્તાંત 14:13 - પવિત્ર બાઈબલ13 આસા અને તેના માણસોએ ગરાર સુધી તેમનો પીછો કર્યો. યહોવા અને તેની સેના આગળ કુશીઓ છિન્નભિન્ન થઇ ગયા; તેથી ઘણા કુશીઓ મરી ગયા કે તેઓ બીજુ લશ્કર ઊભુ કરી શક્યા નહિ. યહૂદાવાસીઓએ મોટા જથ્થામાં લૂંટ ભેગી કરી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 આસા તથા તેની સાથેના લોક ગરાર સુધી તેઓની પાછળ પડ્યા. કૂશીઓમાંથી એટલા બધાં માણસો માર્યા ગયા કે તેઓમાંથી એક પણ બચ્યો નહિ, કેમ કે તેઓ યહોવા તથા તેમના સૈન્યને હાથે નાશ પામ્યા; યહૂદાના માણસો પુષ્કળ લૂટ લઈ ગયા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.13 અને આસા તથા તેનાં લશ્કરી દળોએ છેક ગેરાર સુધી તેમનો પીછો કર્યો. એટલા બધા કૂશીઓ માર્યા ગયા કે તેમનામાંથી એકેય બચ્યો નહિ. પ્રભુ અને તેમનાં દળોએ તેમના પર પૂરી જીત મેળવી. યહૂદિયાના સૈન્યે મોટી લૂંટ મેળવી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 આસા અને તેના સૈનિકોએ ગેરાર સુધી તેમનો પીછો કર્યો. ઈથિયોપિયાના કૂશી લોકોમાંથી એટલા બધા માણસો માર્યા ગયા કે તેઓમાંથી કોઈ બચ્યો નહિ, તેઓ સંપૂર્ણ રીતે ઈશ્વર અને તેમની સેના દ્વારા નષ્ટ થયા. સૈનિકોએ લૂંટ ચલાવીને પુષ્કળ પ્રમાણમાં સંપત્તિ મેળવી. Viz kapitola |