૧ શમુએલ 6:18 - પવિત્ર બાઈબલ18 પલિસ્તીઓએ પાંચ પલિસ્તી શાસનકર્તાઓના કિલ્લાબંધી નગરોની સંખ્યા પ્રમાંણે ઉંદરોના સોનાના નમૂના મોકલ્યા. બેથ-શેમેશના લોકોએ દેવના પવિત્રકોશને ખડક પર મુક્યો. આ ખડક હજી પણ બેથ-શેમેશમાં યહોશુઆનાં ખેતરમાં છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 વળી જે મોટા પથ્થર પર તેઓએ યહોવાનો કોશ મૂક્યો હતો, ને જે આજ સુધી યહોશુઆ બેથ-શેમેશીના ખેતરમાં છે, એ પથ્થર સુધી આવેલાં પલિસ્તીઓનાં સર્વ નગરો, એટલે કોટવાળાં નગરો તથા સીમનાં ગામડાં, જે એ પાંચ સરદારોનાં હતાં, તે નગરોની સંખ્યા મુજબ સોનાના ઉંદરો હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.18 પલિસ્તીઓના પાંચ રાજવીઓના શાસન તળેનાં કિલ્લેબંધીવાળાં નગરો તેમ જ ખુલ્લાં ગામોની સંખ્યા પ્રમાણે તેમણે સોનાના ઉંદર મોકલ્યા હતા. બેથશેમેશમાં યહોશુઆના ખેતરમાંનો મોટો ખડક કે જેના પર તેમણે પ્રભુની કરારપેટી મૂકી હતી તે ખડક હજુ પણ એ બનાવની સાક્ષી પૂરતો ત્યાં ઊભો છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 જે મોટા પથ્થર પર તેઓએ ઈશ્વરનો કોશ મૂક્યો હતો, જે આજદિન સુધી યહોશુઆ બેથ-શેમેશીના ખેતરમાં છે તે પથ્થર સુધીના પલિસ્તીઓનાં સર્વ કિલ્લાવાળાં નગરો તથા સીમનાં ગામડાંઓ જે તે પાંચ સરદારોના હતાં, તે પલિસ્તીઓનાં પાંચ અધિકારીઓની સંખ્યા મુજબ સોનાના ઉંદરો હતા. Viz kapitola |