૧ શમુએલ 29:9 - પવિત્ર બાઈબલ9 પણ આખીશે કહ્યું, “માંરી નજરમાં તું દેવે મોકલેલા દૂત જેવો છે, હું જાણું છું કે તું સારો મૅંણસ છે. પણ પલિસ્તી સૈનિકના સેનાપતિઓ કહે છે ‘દાઉદ આપણી સાથે યદ્ધમાં ન આવવો જોઈએ.’ Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 આખીશે દાઉદને ઉત્તર આપ્યો, “મારી દષ્ટિમાં તો તું સારો, ઈશ્વરના દૂત જેવો છે, તે હું જાણું છું; પરંતુ પલિસ્તીઓના સરદારોએ કહ્યું છે, ‘તે અમારી સાથે યુદ્ધમાં ન આવે.’ Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.9 આખીશે જવાબ આપ્યો, “હું તને ઈશ્વરના દૂત જેટલો જ વફાદાર ગણું છું. પણ તું અમારી સાથે લડાઈમાં ન આવી શકે એવું પલિસ્તીઓના રાજવીઓનું કહેવું છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 આખીશે ઉત્તર આપીને દાઉદને કહ્યું, “હું જાણું છું કે મારી દ્રષ્ટિમાં તું સારો, ઈશ્વર જેવો છે; પરંતુ પલિસ્તીઓના સરદારોએ કહ્યું છે કે, ‘તે અમારી સાથે યુદ્ધમાં ન આવે.’” Viz kapitola |