Online Bible

- Reklamy -




૧ શમુએલ 29:3 - પવિત્ર બાઈબલ

3 પરંતુ પલિસ્તી સેનાપતિઓએ પૂછયું. “આ યહૂદાના લોકો અહીં શું કરે છે?” રાજા આખીશે કહ્યું. “આ દાઉદ છે, જે ઇસ્રાએલના રાજા શાઉલનો અમલદાર હતો. તેણે શાઉલને છોડ્યો ત્યારથી અને માંરી સૅંથે જોડાયા પદ્ધી લાંબા સમય દરમ્યાન તેનામાં મને કોઇ દોષ દેખાયો નથી.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 ત્યારે પલિસ્તીઓના સરદારોએ કહ્યું, “આ હિબ્રૂઓ [નું અહીં] શું [કામ છે] ?” આખીશે પલિસ્તીઓના સરદારોને કહ્યું, “શું એ ઇઝરાયલના રાજા શાઉલનો ચાકર દાઉદ નથી? તે તો કેટલાક દિવસ બલકે કેટલાંક વર્ષ થયાં મારી સાથે રહે છે, તોપણ તે [મારી પાસે] આવી રહ્યો ત્યારથી તે આજ સુધી મને એનામાં કંઈ પણ વાંક માલૂમ પડ્યો નથી.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

3 પલિસ્તીઓના રાજવીઓએ પૂછયું, “આ હિબ્રૂઓ અહીં શું કરે છે?” આખીશે જવાબ આપ્યો, “આ તો ઇઝરાયલના રાજા શાઉલનો સેવક દાવિદ છે. તે એકાદ વર્ષથી મારી સાથે છે. તે મારી પાસે આવ્યો ત્યારથી મને તેનો ગુનો દેખાય એવું તેણે કંઈ કર્યું નથી.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 ત્યારે પલિસ્તીઓના સરદારોએ કહ્યું, “આ હિબ્રૂઓનું અહીંયાં શું કામ છે?” આખીશે પલિસ્તીઓના સરદારોને કહ્યું, “શું એ ઇઝરાયલનો રાજા શાઉલનો ચાકર દાઉદ નથી? જે આ દિવસોમાં બલકે કેટલાક વર્ષોથી મારી સાથે રહે છે, તોપણ તે આવ્યો તે દિવસથી આજ સુધી મને એનામાં કોઈ દોષ જોવા મળ્યો નથી.

Viz kapitola kopírovat




૧ શમુએલ 29:3

Následuj nás:

Reklamy


Reklamy