૧ શમુએલ 26:12 - પવિત્ર બાઈબલ12 આથી દાઉદે શાઉલના માંથા પાસે રહેલો ભાલો અને પાણીનો કૂંજો લીધો અને ચાલ્યો ગયો. પણ કોઇએ દાઉદ અને અબીશાયને શાઉલના માંથા પાસે રહેલો ભાલો અને કૂંજો લઇ જતા જોયા નહિ. કોઇએ કઇજ જોયું નહિ. છાવણી માં બધાં ઊંઘતા હતા અને યહોવાએ તેમને બધાને ગાઢ નિદ્રામાં નાખ્યા હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 એમ દાઉદે ભાલો તથા પાણીનો ચંબુ શાઉલના માથા આગળથી લઈ લીધા. અને તેઓ સઘળા ઊંઘતા હતા, કેમ કે યહોવાએ તેમના પર ગાઢ નિદ્રા મોકલી હતી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.12 એમ દાવિદે શાઉલના માથા પાસેથી ભાલો અને પાણીનો ચંબૂ લઇ લીધાં અને પછી તે તથા અબિશાય ત્યાંથી જતા રહ્યા. એ ન તો કોઈએ જોયું કે ન તો કોઈને ખબર પડી. કોઈ જાગ્યા પણ નહિ, તેઓ ભરઊંઘમાં હતા. કારણ, પ્રભુએ તેમને સૌને ભર ઊંઘમાં નાખ્યા હતા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 તેથી દાઉદે ભાલો તથા પાણીનું પાત્ર શાઉલના માથા પાસેથી લઈ લીધાં અને તેઓ ત્યાંથી જતા રહ્યા. કોઈએ તે વિશે જોયું નહિ કે જાણ્યું નહિ, કોઈ જાગ્યો નહિ; કેમ કે ઈશ્વરે તેમને ગાઢ નિદ્રામાં નાખ્યા હતા. Viz kapitola |