૧ શમુએલ 21:2 - પવિત્ર બાઈબલ2 એટલે દાઉદે અહીમેલેખ યાજકને કહ્યું કે, “રાજાએ મને એમ કહીને આદેશ કર્યો છે કે, હું તને ખાનગી કામ પર મોકલી રહ્યો છું. તેના વિષે કોઇને ખબર પડવી જોઇએ નહિ. મેં માંરા માંણસોને મને એક જગા પર મળવાનું કહ્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 ત્યારે દાઉદે અહીમેલેખ યાજકને કહ્યું, “રાજાએ મને એક કામ ફરમાવીને કહ્યું છે કે, ‘જે કામ માટે હું તને મોકલું છું, ને જે આજ્ઞા મેં તને ફરમાવી છે તેની કોઈને ખબર ન પડે; અને અમુક અમુક જગા પર મેં જુવાનોને નીમ્યા છે.’ Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.2 દાવિદે જવાબ આપ્યો, “હું અહીં રાજાના કામે આવ્યો છું. મને શા માટે મોકલ્યો છે તે કોઈને ન કહેવા તેણે મને કહ્યું છે. મારા માણસોને તો મેં અમુક જગ્યાએ મળવા કહ્યું છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 દાઉદે અહીમેલેખ યાજકને કહ્યું, “રાજાએ મને એક કામ માટે મોકલ્યો છે અને મને કહ્યું ‘જે કામ માટે હું તને મોકલું છું અને જે આજ્ઞા મેં તને આપી છે તે વિષે કોઈને ખબર ન પડે.’ મેં જુવાન માણસોને અમુક જગ્યાએ નીમ્યા છે. Viz kapitola |