૧ શમુએલ 20:29 - પવિત્ર બાઈબલ29 તેણે કહ્યું હતું કે, ‘કૃપા કરીને મને જવા દો, કારણ, અમાંરું કુટુંબ ગામમાં યજ્ઞ ઊજવે છે, અને માંરા ભાઈએ મને હાજર રહેવા જણાવ્યું છે; એટલે જો તને માંરે માંટે લાગણી હોય, તો મને માંરા ભાઈઓને મળવા જવા દે.’ તેથી તે રાજાના ભોજનમાં ગેરહાજર છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)29 તેણે મને કહ્યું કે, ‘કૃપા કરી મને જવા દે; કેમ કે અમારા કુટુંબને નગરમાં યજ્ઞ કરવાનો છે, અને મારા ભાઈએ ત્યાં જવાનો મને હુકમ કર્યો છે; હવે જો તારી દષ્ટિમાં હું કૃપા પામ્યો હોઉં, તો કૃપા કરીને મને જઈને મારા ભાઈઓને મળવા દે.’ તેથી તે રાજાના ખાણા પર આવ્યો નથી.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.29 તેણે કહ્યું, ‘મને કૃપા કરી જવા દે; કારણ, મારું કુટુંબ નગરમાં યજ્ઞાર્પણની મિજબાની ઊજવે છે. અને મારા ભાઈએ મને ત્યાં હાજર રહેવા આજ્ઞા કરી છે. તેથી જો તને મારે માટે લાગણી હોય તો મને જઈને મારા સંબંધીઓને મળવા જવા દે’, એટલે જ તે રાજાના ભોજનમાં હાજર નથી.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201929 તેણે કહ્યું કે, ‘કૃપા કરીને મને જવા દે. કેમ કે અમારા કુટુંબે નગરમાં યજ્ઞ કરવાનો છે અને મારા ભાઈએ મને ત્યાં જવાનો હુકમ કર્યો છે. હવે, જો તારી દ્રષ્ટિમાં હું કૃપા પામ્યો હોઉં, તો કૃપા કરી મને અહીંથી જઈને મારા ભાઈઓને મળવા દે.’ એ માટે તે રાજાના ભોજનમાં આવ્યો નથી.” Viz kapitola |