૧ શમુએલ 16:1 - પવિત્ર બાઈબલ1 યહોવાએ શમુએલને કહ્યું, “શાઉલને માંટે તું કયાં સુધી શોક કર્યા કરીશ? મેં એને રાજા પદેથી ઉઠાડી મૂકયો છે. તારા શિંગડામાં તેલ ભરી લે અને જા. હું તને બેથલેહેમના યશાઇ પાસે મોકલું છું. કારણ કે, મેં તેના પુત્રોમાંથી એકને રાજા તરીકે પસંદ કર્યો છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 અને યહોવાએ શમુએલને કહ્યું, “શાઉલને ઇઝરાયલના રાજા તરીકે મેં નકાર્યો છે, તેમ છતાં ક્યાં સુધી તું તેને માટે શોક કરશે? તારું શિંગ તેલથી ભરીને જા, યિશાઈ બેથલેહેમી પાસે હું તને મોકલીશ, કેમ કે મેં તેના દીકરાઓમાંથી એકને મારે માટે રાજા નિર્માણ કરી રાખ્યો છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.1 પ્રભુએ શમુએલને કહ્યું, “તું શાઉલ વિષે ક્યાં સુધી દુ:ખી થઈશ? મેં તેનો ઇઝરાયલના રાજા તરીકે નકાર કર્યો છે. તું એક શિંગડામાં થોડું ઓલિવનું તેલ લઈને જા. હું તને બેથલેહેમમાં યિશાઈ પાસે મોકલીશ. કારણ, તેના એક પુત્રને મેં રાજા થવા પસંદ કર્યો છે.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 ઈશ્વરે શમુએલને કહ્યું કે, “ક્યાં સુધી તું શાઉલને માટે શોક કરશે? મેં તેને ઇઝરાયલનાં રાજપદેથી નકાર્યો છે. તારું શિંગ તેલથી ભરીને જા. હું તને યિશાઈ બેથલેહેમી પાસે મોકલું છું. કેમ કે મેં તેના દીકરાઓમાંથી એકને મારે સારુ રાજા થવા નિર્માણ કરી રાખ્યો છે.” Viz kapitola |