૧ શમુએલ 14:3 - પવિત્ર બાઈબલ3 તે સમયે શીલોહમાં અહિયા યાજક હતો. તે અહીટુબના ભાઇ ઇખાબોદનો પુત્ર હતો. ઇખાબોદ ફીનહાસનો પુત્ર હતો, ફીનહાસ યાજક એલીનો પુત્ર હતો. હવે અહિયાએ એફોદ પહેરેલો હતો. યોનાથાન ગયેલો છે તે લોકો જાણતા નહોતા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 અને શીલોમાં યહોવાના યાજક એલીના દીકરા ફીનહાસના દીકરા ઈખાબોદના ભાઈ અહીટુબના દીકરા અહિયાએ એફોદ પહેરેલો હતો. અને યોનાથાન ગયેલો છે એ લોકો જાણતા નહોતા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.3 ઇખાબોદના ભાઈ અહીટૂબનો પુત્ર અહિયા એફોદ પહેરનાર યજ્ઞકાર હતો. અહિટૂબ તો શીલોમાંના પ્રભુના યજ્ઞકાર એલીના પુત્ર ફિનહાસનો પુત્ર હતો. યોનાથાન ગયો છે એવી માણસોને ખબર નહોતી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 અને શીલોમાં ઈશ્વરના યાજક એલીના દીકરા, ફીનહાસના દીકરા, ઇખાબોદના ભાઈ, અહિટૂબના દીકરા અહિયાએ એફોદ પહેરેલો હતો. યોનાથાન ગયો છે તે લોકો જાણતા નહોતા. Viz kapitola |