૧ શમુએલ 14:27 - પવિત્ર બાઈબલ27 પણ શાઉલે લોકોને સમ દીધા હતા એની યોનાથાનને ખબર નહોતી, આથી તેણે પોતાના હાથમાંની લાકડી લંબાવીને મધપૂડામાં ખોસી મોઢામાં નાખી; તેથી તે એકદમ તાજો થઈ ગયો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)27 પણ યોનાથાનના પિતાએ લોકોને સોગન દીધા ત્યારે તેણે તે સાંભળ્યું ન હતું. તેથી તેણે પોતાના હાથમાં જે લાકડી હતી તે લંબાવીને તેનો છેડો મધપૂડામાં ઘોંચ્યો ને પોતાનો હાથ મોઢે લગાડ્યો. આથી તેની આંખોમાં તેજ આવ્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.27 પણ પોતાના પિતાએ શાપ ઉચ્ચારીને લોકોને આપેલી ધમકી યોનાથાને સાંભળી નહોતી. તેથી પોતાની પાસેની લાકડી લંબાવીને મધપૂડામાં ખોસીને તેણે થોડુંક મધ ખાધું. તરત જ તેનામાં સ્ફૂર્તિ આવી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201927 પણ યોનાથાનને ખબર ન હતી કે તેના પિતાએ લોકોને સોગન દીધા હતા. તેથી તેણે તો પોતાના હાથમાં જે લાકડી હતી તે લાંબી કરીને તેનો છેડો, મધપૂડામાં નાખીને તેને લાગેલું મધ ચાખ્યું. અને તેની આંખોમાં તેજ આવ્યું. Viz kapitola |