૧ શમુએલ 14:24 - પવિત્ર બાઈબલ24 તે દિવસે ઇસ્રાએલીઓ થાકીને લોથ થઈ ગયા હતા, કારણ, શાઉલે લોકોને સમ દઈને કહ્યું હતું કે, “હું માંરા શત્રુઓ ઉપર વેર વાળું તે પહેલાં સાંજ સુધી કાંઈ ખાશો નહિ, જે ખાશે તેને માંથે શાપ ઊતરશે.” આથી કોઈએ કશું ય ખાધું નહોતું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)24 તે દિવસે ઇઝરાયલના માણસો હેરાન થઈ ગયા હતા. પણ શાઉલે લોકોને સોગન દઈને કહ્યું, “સાંજ પડે ત્યાં સુધી તથા મારા શત્રુઓ પર મારું વેર વળે ત્યાં સુધી જે કોઈ માણસ કંઈ પણ ખોરાક ખાય તે શાપિત થાઓ.” માટે કોઈ પણ માણસે કંઈ પણ ખાવાનું ચાખ્યું નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.24 શાઉલે સોગંદ ખાઈને આવો હુકમ કર્યો હતો, “મારા શત્રુઓ પર હું વેર વાળુ ત્યાં સુધી આજે સાંજ સુધી જો કોઈ કંઈ ખોરાક લે તો તે શાપિત હો.” તેથી તે દિવસે ઇઝરાયલીઓ ભૂખથી નિર્ગત થઈ ગયા હતા. કોઈએ આખો દિવસ કંઇ ખાધું નહોતું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201924 તે દિવસે ઇઝરાયલના માણસો હેરાન થયા હતા કેમ કે શાઉલે લોકોને સોગન દઈને કહ્યું હતું, “સાંજ પડે ત્યાં સુધી અને મારા શત્રુઓ પર મારું વેર વાળું ત્યાં સુધી કોઈ માણસ કંઈ પણ ખોરાક ખાય તો તે શાપિત થાઓ,” માટે લોકોમાંથી કોઈએ કશું ખાધું નહિ. Viz kapitola |