૧ શમુએલ 10:18 - પવિત્ર બાઈબલ18 “ઇસ્રાએલીઓના દેવ યહોવા કહે છે, ‘હું તમને મિસરમાંથી બહાર લઈ આવ્યો હતો. તમને તમાંરી મિસરીઓ નીચેની ગુલામીમાંથી અને તમાંરા ઉપર ત્રાસ ગુજારનાર સૌ રાજયોથી છોડાવી લાવ્યો હતો.’ Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 અને તેણે ઇઝરાયલી લોકોને કહ્યું, “ઇઝરાયલનો ઈશ્વર યહોવા આમ કહે છે કે, હું મિસરમાંથી ઇઝરાયલને કાઢી લાવ્યો, ને મિસરીઓના હાથમાંથી તથા તમારા પર જુલમ કરનારાં સર્વ રાજ્યોના હાથમાંથી મેં તમને છોડાવ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.18 તેણે ઇઝરાયલીઓને કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર પ્રભુ કહે છે, ‘મેં તમને ઇજિપ્તમાંથી મુક્ત કર્યા અને ઇજિપ્તીઓ તેમ જ તમને દુ:ખ દેનાર સર્વ પ્રજાઓથી તમને બચાવ્યા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 તેણે ઇઝરાયલ લોકોને કહ્યું, “ઇઝરાયલના પ્રભુ, ઈશ્વર આમ કહે છે: ‘હું મિસરમાંથી ઇઝરાયલને કાઢી લાવ્યો, મિસરીઓના હાથમાંથી તથા તમારા પર જુલમ કરનારા સર્વ રાજ્યોના હાથમાંથી મેં તમને છોડાવ્યાં.’” Viz kapitola |