૧ રાજા 6:12 - પવિત્ર બાઈબલ12 “તું માંરા માંટે આ મંદિર બાંધે છે, તો હવે જો તું માંરા ઉપદેશનો અમલ કરશે અને માંરા બધા કાનૂનો અને આજ્ઞાઓનું નિષ્ઠાપૂર્વક પાલન કરશે; તો મેં તારા પિતા દાઉદને તારે વિષે જે વચન આપ્યું હતું તે હું પાળીશ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 “આ મંદિર તું બાંધે છે, તો હવે જો તું મારા વિધિઓ પ્રમાણે ચાલશે, મારા હુકમો અમલમાં લાવશે, ને મારી સર્વ આજ્ઞા પાળીને તેમા ચાલશે, તો તારા પિતા દાઉદને મેં જે વચન આપ્યું છે, તે હું તારે માટે કાયમ કરીશ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.12 “તું મારા નિયમો અને મારી આજ્ઞાઓ પાળીશ તો તારા પિતા દાવિદને આપેલા વચન પ્રમાણે હું તારા હક્કમાં કરીશ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 “તેં મારા માટે આ જે ભક્તિસ્થાન બાંધ્યું છે તે સંબંધી, જો તું મારા વિધિઓ પ્રમાણે ચાલીશ અને મારી બધી આજ્ઞાઓનું નિષ્ઠાપૂર્વક પાલન કરીશ તો મેં તારા પિતા દાઉદને તારા વિષે જે વચન આપ્યું હતું તે હું પાળીશ. Viz kapitola |