૧ રાજા 22:8 - પવિત્ર બાઈબલ8 ઇસ્રાએલના રાજાએ જવાબ આપ્યો, “બીજો એક પ્રબોધક છે, જેના દ્વારા આપણે યહોવાને પ્રશ્ર્ન કરી શકીએ; પણ હું તેનો તિરસ્કાર કરું છે, કારણ તે કદી માંરે વિષે સારું ભવિષ્ય ભાખતો નથી. તે ફકત માંરું ખરાબ જ બોલે છે, તેનું નામ મીખાયા છે, ને તે યિમ્લાહનો પુત્ર છે.” તેથી યહોશાફાટે કહ્યું, “રાજા આહાબ, તમાંરે તેવી વાત ન કરવી જોઇએ.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 ઇઝરાયલના રાજાએ યહોશાફાટને કહ્યું, “હજી એક માણસ છે કે, જેની મારફતે આપણે યહોવાને પૂછી જોઈએ. એ તો યિમ્લાનો દીકરો મિખાયા છે. પણ હું તેને ધિક્કારું છું, કેમ કે તે મારે વિષે સારું નહિ પણ માઠું ભવિષ્ય કહે છે. “યહોશાફાટે કહ્યું, “રાજાએ એમ ન બોલવું જોઈએ.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.8 આહાબે જવાબ આપ્યો, “બીજો એક સંદેશવાહક યિમ્લાનો પુત્ર મિખાયા છે. પણ હું તેને ધિક્કારું છું. કારણ, તે મારા સંબંધમાં સારું ભવિષ્ય ભાખતો જ નથી. તેનું ભાખેલું ભવિષ્ય હમેશાં માઠું જ હોય છે.” યહોશાફાટે કહ્યું, “રાજા તરીકે તમારે એવું ન બોલવું જોઈએ.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 ઇઝરાયલના રાજાએ યહોશાફાટને કહ્યું, “ત્યાં હજી એક પ્રબોધક બાકી છે કે, જેની મારફતે આપણે યહોવાહની સલાહ પૂછી જોઈએ. તે તો ઈમલાહનો દીકરો મિખાયા છે, પણ હું તેને ધિક્કારું છું, કેમ કે તે મારે વિષે સારું નહિ, પણ ખોટું ભવિષ્ય કહે છે.” પણ યહોશાફાટે કહ્યું, “રાજાએ એવું ન બોલવું જોઈએ.” Viz kapitola |