1 કરિંથીઓ 8:6 - પવિત્ર બાઈબલ6 પરંતુ આપણા માટે તો ફક્ત એકજ દેવ છે. તે આપણો પિતા છે. દરેક વસ્તુઓનું સર્જન તેનાથી થયું છે અને આપણે તેના માટે જ જીવિત છીએ. અને પ્રભુ તો ફક્ત એક જ છે. તે ઈસુ ખ્રિસ્ત છે. દરેક વસ્તુઓનું સર્જન તેના દ્વારા થયું છે, અને તેના દ્વારા જ આપણને પણ જીવન પ્રાપ્ત થયું છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 તોપણ આપણા તો એક જ ઈશ્વર એટલે પિતા છે, જેનાથી સર્વ છે, અને આપણે તેમને અર્થે છીએ, અને એક જ પ્રભુ એટલે ઈસુ ખ્રિસ્ત છે, જેને આશરે સર્વ છે, અને આપણે તેમને આશરે છીએ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 અને એમાં અનેક “દેવો” અને “પ્રભુઓ” હોય, છતાં આપણે માટે તો એક જ ઈશ્વર છે. તે સૌના સરજનહાર ઈશ્વરપિતા છે અને તેમને માટે આપણે જીવીએ છીએ. વળી, એક જ પ્રભુ એટલે ઈસુ ખ્રિસ્ત છે; તેમની મારફતે સર્વ કંઈ સર્જવામાં આવ્યું અને તેમની મારફતે આપણે જીવીએ છીએ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 તોપણ આપણા તો એક જ ઈશ્વર એટલે પિતા છે, જેમનાંથી સર્વ સર્જાયું છે; અને આપણે તેમને અર્થે છીએ; એક જ પ્રભુ એટલે ઈસુ ખ્રિસ્ત છે, જેમને આશરે સર્વ છે અને આપણે પણ તેમને આશ્રયે છીએ. Viz kapitola |