1 કરિંથીઓ 7:14 - પવિત્ર બાઈબલ14 પતિ જે વિશ્વાસુ નથી તેને તેની પત્ની દ્વારા પવિત્ર બનાવવામાં આવ્યો છે. અને પત્ની જે અવિશ્વાસુ છે તેને તેના પતિ દ્વારા પવિત્ર બનાવવામાં આવે છે. જો આ સાચું ન હોત, તો તમારાં બાળકો પવિત્ર ન હોત, પરંતુ હવે તમારાં બાળકો પવિત્ર છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 કેમ કે અવિશ્વાસી પતિ [વિશ્વાસી] પત્નીથી પવિત્ર થયેલો છે, અને અવિશ્વાસી પત્ની [વિશ્વાસી] પતિથી પવિત્ર થયેલી છે, નહિ તો તમારાં બાળકો અશદ્ધ હોત, પણ હવે તેઓ પવિત્ર છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.14 કારણ, અવિશ્વાસી પતિ ખ્રિસ્તી પત્ની સાથે સંબંધમાં હોવાથી ઈશ્વર તેને સ્વીકારે છે. તેવી જ રીતે અવિશ્વાસી પત્ની ખ્રિસ્તી પતિ સાથે સંબંધમાં હોવાથી ઈશ્વર તેને સ્વીકારે છે. જો એમ ન હોત, તો તેમનાં બાળકો અશુદ્ધ ગણાય, પરંતુ હકીક્તમાં તો ઈશ્વર તેમને સ્વીકારે છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 કેમ કે અવિશ્વાસી પતિએ વિશ્વાસી પત્નીથી પવિત્ર કરાયેલો છે, અવિશ્વાસી પત્નીએ વિશ્વાસી પતિથી પવિત્ર કરાયેલી છે; એવું ના હોત તો તમારાં બાળકો અશુદ્ધ હોત, પણ હવે તેઓ પવિત્ર છે. Viz kapitola |